મોરબી : મોરબી-2 સામાકાંઠા વિસ્તારમાં આવેલા રામકૃષ્ણ રક્ષક હનુમાન મંદિર ખાતે આગામી તારીખ 2-4-2026 ના રોજ હનુમાન જયંતીની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવશે. દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ ગોપાલ સોસાયટી સામે આવેલા આ મંદિરે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.બટુક ભોજન અને મહાપ્રસાદહનુમાન જયંતી નિમિત્તે બટુક ભોજનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં બટુકોને ગુંદી, ગાંઠિયા, સૂકી ભાજી તેમજ હનુમાનજીનો અતિ પ્રિય એવો મલિદાનો પ્રસાદ પીરસવામાં આવશે. આ પ્રસાદ માટે અંદાજે 50 કિલો બટાકા, 80 કિલો ગુંદી, 100 કિલો ગાંઠિયા તેમજ શરબત માટે 5 કિલો વરિયાળી અને 10 કિલો ખાંડનો ઉપયોગ કરવામાં આવશે. આ તમામ સામગ્રી આસપાસના દુકાનદારો અને વેપારી ભાઈઓના સાથ-સહકારથી પૂરી પાડવામાં આવી છે.ધૂન-ભજનના કાર્યક્રમોસાંજે 4:00 કલાકે વાવડી મહિલા મંડળ તેમજ રામકૃષ્ણનું મારુતિ મહિલા મંડળ દ્વારા ધૂન-ભજનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ ધાર્મિક મહોત્સવનો લાભ લેવા માટે તમામ ભક્તોને હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.જહેમત ઉઠાવતા કાર્યકરોઆ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે મંદિરના પૂજારી બુધ્ધાલાલ રાઠોડ, રાજુભાઈ ડાંગર, મહાદેવભાઈ ગોહિલ, ઉમેશ પઢિયાર તથા નરેન્દ્ર ગોહિલ સહિત રામકૃષ્ણ મિત્ર મંડળના સભ્યો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.#Morbi #MorbiUpdate #HanumanJayanti #ReligiousNews #BatukBhojan #Samakatha #HanumanJi #Festival2026