સિવિલ હોસ્પિટલ ખાતે આયોજિત કાર્યક્રમમાં રક્તદાતાઓને શિલ્ડ અર્પણ કરી સન્માનિત કરાયા, યુવાનોને દર 3 મહિને રક્તદાન કરવા પ્રેરણા અપાઈમોરબી : વિશ્વ રક્તદાતા દિવસના પાવન અવસરે મોરબીમાં યુવાશક્તિ ગ્રુપ દ્વારા મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે રક્તદાન કાર્યક્ર્મનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગ્રુપના સભ્યો દ્વારા જરૂરિયાતમંદ દર્દીઓ માટે સ્વૈચ્છિક રક્તદાન કરવામાં આવ્યું હતું, તેમજ મોરબીના અન્ય રક્તદાતાઓનું શિલ્ડ અર્પણ કરી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.યુવાશક્તિ ગ્રુપ મોરબી છેલ્લા ઘણા વર્ષોથી 'હેન્ડ ટુ હેન્ડ બ્લડ ડોનેશન' અભિયાન હેઠળ 24x7 સેવા આપી રહ્યું છે. શહેર અને આસપાસના વિસ્તારોમાં જ્યારે પણ કોઈ દર્દીને તાત્કાલિક રક્તની જરૂરિયાત ઊભી થાય છે, ત્યારે ગ્રુપના સ્વયંસેવકો દિવસ-રાત જોયા વિના નિઃસ્વાર્થ ભાવથી રક્તદાતાઓને જોડીને જરૂરિયાતમંદ સુધી રક્ત પહોંચાડવાનું ભગીરથ કાર્ય કરે છે.આ કાર્યક્રમ દરમિયાન નવા રક્તદાતાઓને નિયમિત રક્તદાનનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. સાથે જ માત્ર એક દિવસ પૂરતું નહીં પરંતુ દર 3 મહિને નિયમિત રક્તદાન કરવાની પ્રેરણા પૂરી પાડવામાં આવી હતી. રક્તદાનથી સમાજને થતા લાભો ઉપરાંત રક્તદાતાના સ્વાસ્થ્ય માટેના ફાયદાઓ અંગે પણ જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.યુવાશક્તિ ગ્રુપ દ્વારા સમાજના વધુમાં વધુ યુવાનો અને નાગરિકોને રક્તદાન જેવી મહાન સેવામાં જોડાવા અપીલ કરવામાં આવી છે, જેથી જરૂરિયાતમંદ દર્દીઓને સમયસર રક્ત ઉપલબ્ધ થઈ શકે અને અમૂલ્ય જીવ બચાવી શકાય. રક્તદાનની આ સેવાકીય પ્રવૃત્તિમાં જોડાવા માટે ગ્રુપના મોબાઈલ નંબર 93494 93693 પર સંપર્ક કરવા જણાવાયું હતું.#Morbi #MorbiUpdate #WorldBloodDonorDay #BloodDonation #YuvashaktiGroup #MorbiCivilHospital #BloodDonors #SocialService #MorbiNews