મોરબી : પ્રેમજીનગર પ્રાથમિક શાળામાં આજરોજ સ્વ. ગુલાબભાઈ વેલજીભાઈની ત્રીજી પૂણ્યતિથિ નિમિત્તે તેમનાં પરિવાર દ્વારા બાળકોને ભોજન કરાવ્યું હતું. આ દરમ્યાન પરિવારના વેલજીભાઈ, જયેશભાઈ તથા ધ્રુવ, યુગ, પાર્થ, ચિરાગ, હંસાબેન વગેરે ઊપસ્થિત રહ્યા હતા. તેમજ તેમના દ્વારા શાળાનાં વિદ્યાર્થીઓને દિવાલ ઘડિયાળ સ્મૃતિ ચિન્હ રૂપે ભેટ આપવામાં આવી છે. આ ભેટ બદલ શાળા પરિવાર વતી દાતાનો આભાર માનવામાં આવ્યો હતો.