મોરબી : મોરબીના કાલિકા પ્લોટ યુવા સંગઠન દ્વારા આવતીકાલે તા.29ના રોજ પૂજ્ય બજરંગદાસ બાપાની 47મી પુણ્યતિથિ નિમિતે રવાપર રોડ, રાજબેન્ક વાળી શેરીમાં આવેલ કાલિકા પ્લોટ હનુમાનજી મંદિર ખાતે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. જેમા સાંજે 6.45 કલાકે મહાઆરતી, સાંજે 7 કલાકે મહાપ્રસાદ અને રાત્રે 9.30 કલાકે જાણીતા ભજનિક જયશ્રીબેન પંડ્યા, ભરત પરમાર, લોકસાહિત્યકાર લાભુદાન ગઢવીના સથવારે ભવ્ય સંતવાણીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે, તો ધર્મપ્રેમી જનતાએ આ અવસરે પધારવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.