લક્ષ્મીબાઈની પ્રતિમાને ફૂલહાર કરાયામોરબી: 19મી નવેમ્બર, વીરાંગના ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની જન્મજયંતી નિમિત્તે, મોરબીમાં નારીશક્તિનું પ્રેરણાદાયી ઉદાહરણ જોવા મળ્યું હતું. ક્રાંતિકારી સેનાના સહયોગથી, મોરબી મહાનગરપાલિકાના સફાઈકર્મી મહિલાઓએ રવાપર વિસ્તારમાં આવેલા વીરાંગના પાર્કની સફાઈનું અભિયાન હાથ ધર્યું હતું. સાથે જ રાણી લક્ષ્મીબાઈની પ્રતિમાને સ્વચ્છ કરીને ફૂલહાર કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સફાઈકર્મી મહિલાઓએ પોતાની ફરજ નિભાવીને નારીશક્તિ અને સમર્પણનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.