મોરબી અપડેટ : મોરબીમાં મચ્છુ જળ હોનારતની 47 મી વરસી નિમિત્તે મોરબીના પરહિતકર્મ ગ્રુપ દ્વારા મચ્છુ જળ હોનારતમાં જીવ ગુમાવનાર દિવંગતો અને દેશના અમર જવાન શહીદોની સ્મૃતિમાં વિશેષ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.આ અવસરે પરહિતકર્મ ગ્રુપ દ્વારા 51 નારિયેળ કીડીયારું પૂરીને અબોલ જીવોની સેવા કરવામાં આવી હતી. 'અબોલ જીવોની સેવા એજ પ્રભુ સેવા' ના ભાવ સાથે આપણી સંસ્કૃતિના મૂલ્યો જાળવીને સેવાનું કાર્ય કરવાના ઉમદા હેતુથી દિવંગતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી.#Morbi #MorbiUpdate #MachchhuTragedy #ParhitkarmGroup #Tribute #Kidiyaru #Service #MorbiNews #GujaratNews