મોરબી : મોરબી જિલ્લામાં આજે મહાશિવરાત્રીની ધર્મોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે માળીયાના બગસરા ગામે શિવરાત્રી નિમિત્તે શિવાલયમાં સાફ સફાઈ કરીને પ્રેરણાદાયી સેવાકાર્ય કરવામાં આવ્યું હતું. માળીયા (મી) તાલુકાના બગસરા ગામે આજે મહાશિવરાત્રીના પાવન અવસર નિમિત્તે ગામના સરપંચના પૂત્ર કાનજીભાઈ નાગજીભાઈ પીપરીયા તથા ઉપ સરપંચ રાયસગ લખમણ વાધેલા તેમજ તાલુકા પંચાયત સભ્ય ભીમાભાઈ છગનભાઈ અને ગામના શીવભક્તોએ શિવાલય મંદિરે સાફ સફાઈ તથા ચકલા ચણ તથા મંદિર સાફ સફાઈ કરી શિવરાત્રી નિમિત્તે સેવાકીય કાર્ય કર્યું હતુ.