મોરબી : ગઈકાલે તા. 23ના રોજ સરવડ મુકામે ખેડુત દિવસની ઉજવણીના ભાગ રૂપે એસ.બી.આઇ.-સરવડ શાખા દ્વારા 'ખેડુત સન્માન સંમેલન'નું આયોજન કરવામા આવેલ હતું. આ આયોજન શાખા પ્રબંધક જે. કે. સિંગ દ્વારા કરવામાં આવેલ હતુ. જેમા સરવડ ગામના ખેડૂત અરૂણભાઈ સરડવા તથા સરવડ શાખાને લાગુ પડતા ગામના ખેડૂતો પણ ઊપસ્થિત રહ્યા હતા. જેમાથી ગામ દિઠ એક અગ્રણી ખેડુતનુ સાલ ઓઢાડી સન્માન કરવામા આવેલ હતું. તથા સરવડ ગામના અરૂણભાઈ સરડવાનુ શાખા પ્રબંધક જે. કે. સિંગ દ્વારા સાલ ઓઢાડી સન્માન કરવામા આવેલ હતું.