મોરબી : આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તારીખ 15-3-2025 ના રોજ હીરાલક્ષ્મી મેમોરિયલ પાર્ક, વંદે માતરમ, ભુજ ખાતે ભારતીય માનવ સમાજ સેવક સંસ્થા દ્વારા સ્વંયસિદ્ધા સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડો. મમતાબેન ભટ્ટના હસ્તે મોરબી શહેર ભાજપ મહિલા મોરચાના પ્રમુખ અને ઇન્ડિયન લાયન્સ ક્લબના સભ્ય અને માતૃ શ્રી વિરબાઈ મા માનવ સેવા તથા ગૌ સેવાના સ્થાપક અલ્પાબેન કક્કડને સેવાકીય ક્ષેત્રે એવોર્ડ સાથે સ્વંયસિદ્ધા સન્માન પત્ર આપી સન્માનિત કરાયા હતા.