મોરબી : મોરબીના ચકમપર ગામે આગામી તારીખ 22/1/2024ને સોમવારના રોજ સમસ્ત ગ્રામજનો દ્વારા ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવશે.વિવિધ કાર્યક્રમોમાં સવારે 6:30 કલાકે પ્રભાત ફેરી, સવારે 8:00 કલાકે રામજી મંદિર ચોકમાં રામધૂન, બપોરે 12:30 કલાકે મહાઆરતી જેમાં આરતીની થાળી ઘરેથી તૈયાર કરીને લાવવાની રહેશે. ત્યારબાદ બપોરે 3:00 કલાકે શોભાયાત્રા અને 6:00 કલાકે ચકમપર પટેલ સમાજની વાડી મુકામે મહાપ્રસાદ યોજાશે. આ ધાર્મિક ઉત્સવમાં ચકમપર ગામની સર્વે ધર્મપ્રેમી જનતાને સહભાગી થવા ભાવભર્યુ આમંત્રણ અપાયું છે.