કોંગ્રેસના શહેર પ્રમુખે વેપારીઓની મુલાકાત લઈ વહીવટદારને કરી રજુઆત, 3 દિવસમાં પ્રશ્નનું નિરાકરણ લાવવાની માંગમોરબી : મોરબીના તખ્તસિંહજી રોડ ઉપર પાણી ભરાવાના પ્રશ્ને વેપારીઓ હેરાન થઈ રહ્યા હોય, જેના માટે કોંગ્રેસ મેદાનમાં ઉતરી છે. આ મામલે કોંગ્રેસે નગરપાલિકા સમક્ષ 3 દિવસમાં પ્રશ્નનું નિરાકરણ લાવવાની માંગ કરી છે.મોરબીના ગાંધી ચોક સામે તખ્તસિંહજી રોડ ઉપર વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાથી દર ચોમાસે વેપારીઓ હાલાકી વેઠી રહ્યાં છે. ત્યારે આજે આવેલા વરસાદના કારણે પણ અહીં પાણી ભરાઈ ગયા હોય, શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા અને તેમની ટિમ આ વિસ્તારની મુલાકાતે ગઈ હતી.આ વેળાએ શહેર કોંગ્રેસ પ્રમુખે નગરપાલીકાનાં વહીવટદાર સાથે ટેલીફોનીક વાતચીત કરી હતી. જેમાં આવતીકાલે આ પ્રશ્નનું નિરાકરણ લાવવા માટે સહમતી દર્શાવવામાં આવી હતી. વધુમાં પ્રમુખે જાહેર કર્યું છે કે 3 દિવસમાં આ પ્રશ્નનો હલ નહીં આવે તો શહેર કોંગ્રેસ વેપારીઓને સાથે રાખી આવેદનપત્ર આપશે.