મોરબી : મોરબીના શનાળા રોડ પર ભાંડિયાની વાડીની બાજુમાં આવેલા રામજી મંદિર ખાતે શ્રાવણ માસના પ્રથમ સોમવારે 12 જ્યોતિર્લિંગના દર્શન યોજાશે. રામજી મંદિર યુવા ગ્રુપ દ્વારા શ્રાવણ માસ નિમિત્તે તારીખ 21 ઓગસ્ટ ને સોમવારના રોજ સવારે 8 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી 12 જ્યોતિર્લિંગના દર્શનનું આયોજન કરાયું છે. આ ઉપરાંત ભક્તો મંગળવાર અને બુધવારના રોજ પણ રાત્રે 8 થી 10 વાગ્યા સુધી 12 જ્યોતિર્લિંગના દર્શન કરી શકશે. રામજી મંદિરે શ્રાવણ માસ નિમિત્તે દર સોમવારે તથા સાતમ-આઠમના તહેવારના દિવસોમાં ભક્તિભાવ જેવા કાર્યક્રમો પણ રાખવામાં આવ્યા છે. તો આ કાર્યક્રમનો લ્હાવો લેવા ધર્મ પ્રેમી જનતાને જાહેર આમંત્રણ પાઠવાયું છે.