પરોક્ષ બાદ પ્રત્યક્ષ શિક્ષણ શરૂ થતા વિદ્યાર્થીમાં શાળાએ આવવાનો અનોખો આનંદ મોરબી : કોરોના મહામારીના લાંબા સમયગાળા બાદ આજથી રાજ્યભરમાં ધોરણ -12માં પ્રત્યક્ષ શિક્ષણ શરુ થતા મોરબીની મોટાભાગની શાળાઓમાં ઓફલાઈન શિક્ષણ માટે વિદ્યાર્થીમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો અને પ્રથમ દિવસે 80થી 85 ટકા વિદ્યાર્થીઓએ હાજરી આપી હતી. મોરબી જિલ્લામાં ધોરણ -12માં સામાન્ય પ્રવાહમાં કુલ 112 શાળાઓમાં કુલ 7102 વિદ્યાર્થીઓ અને વિજ્ઞાન પ્રવાહમાં કુલ 44 શાળાઓમાં 1626 મળી ધો-12માં કુલ 8728 વિદ્યાર્થીઓ નોંધાયેલ છે. અને તમામ શાળાઓને સરકારની એસઓપીનું ચુસ્તપણે પાલન કરાવવાની સાથે આજથી પ્રત્યક્ષ શિક્ષણ શરૂ થતાની સાથે જ ધોરણ -12ના વિદ્યાર્થીઓમાં ઉત્સાહભેર પોતાના વર્ગખંડમાં હાજર થયા હતા આજે પ્રથમ દિવસે 80થી 85 ટકા વિદ્યાર્થીઓ શાળામાં પ્રત્યક્ષ શિક્ષણ મેળવવા હાજર રહ્યા હતા વર્ગખંડમાં શૈક્ષણિક કાર્ય માટે 50 ટકા હાજરી અને વાલીઓનું સંમતિપત્રક ફરજીયાત બનાવવામાં આવ્યું હોવા છતાં કોરોના મહામારીમાં ઘરે બેસી ઓનલાઇન શિક્ષણ મેળવીને થાકેલા વિદ્યાર્થીઓમાં પ્રત્યક્ષ શિક્ષણનો અનેરો આનંદ જોવા મળ્યો હતો.મોરબી સ્વ-નિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ મનોજભાઈ ઓગણજાએ જણાવ્યું હતું કે, સરકારના એસઓપી નિયમોના પાલન સાથે શાળાઓ શરૂ કરવામાં આવી છે અને હેન્ડ સૅનેટાઇઝર, માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ સહિતના તમામ નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવામાં આવ્યું હતું. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..