મોરબી : શિક્ષણની સાથે સંસ્કાર અને સંસ્કૃતિના સંગમ સમાન ન્યૂ એરા ગ્લોબલ સ્કૂલના વિદ્યાર્થીઓએ મહાશિવરાત્રી નિમિત્તે અદભૂત પ્રદર્શન કરી મોરબીવાસીઓના દિલ જીતી લીધા હતા.ભક્તિ અને સંગીતનો અનોખો સંગમ15 ફેબ્રુઆરી 2026ના રોજ મહાશિવરાત્રીના પાવન અવસર પર ન્યૂ એરા ગ્લોબલ સ્કૂલ, મોરબીના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સ્થળોએ “મહાકાલ બેન્ડ – લાઈવ મ્યુઝિક પરફોર્મન્સ” નું આયોજન કરવામાં આવ્યું હતું. શિવાભિષેક અને ભક્તિના વાતાવરણમાં જ્યારે આ નાના બાળકોએ વાદ્યોના સૂર રેલાવ્યા, ત્યારે સમગ્ર માહોલ શિવમય બની ગયો હતો.શિસ્ત અને આત્મવિશ્વાસનું ઉત્કૃષ્ટ ઉદાહરણદરેક કાર્યક્રમ સ્થળે બાળકોના સંગીત કૌશલ્યની સાથે સાથે તેમની શિસ્ત અને સ્ટેજ પરના આત્મવિશ્વાસે ઉપસ્થિત ભક્તજનોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ પ્રદર્શન માત્ર એક સંગીત કાર્યક્રમ ન રહેતા, બાળકોમાં રહેલી કલા અને ભારતીય સંસ્કૃતિ પ્રત્યેની તેમની અતૂટ શ્રદ્ધાનો જીવંત પુરાવો બન્યો હતો.શિક્ષણ સાથે સંસ્કારનું સિંચનન્યૂ એરા ગ્લોબલ સ્કૂલ હંમેશા માત્ર પુસ્તકિયા જ્ઞાન જ નહીં, પરંતુ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અને આધ્યાત્મિક મૂલ્યોના સંવર્ધન માટે જાણીતી છે. શાળાની આ પહેલને વાલીઓ અને મોરબીની ધર્મપ્રેમી જનતાએ વ્યાપક પ્રતિસાદ આપ્યો હતો. શાળા પરિવારે આ સફળતા બદલ તમામ વિદ્યાર્થીઓ, માર્ગદર્શક શિક્ષકો અને સહયોગીઓને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા.