મોરબી દેશભક્તિના રંગે રંગાયું: રાષ્ટ્રીય પર્વના ઉત્સાહ વચ્ચે જિલ્લા સેવા સદન સહિત મહત્વની સરકારી ઇમારતો પર લાઈટિંગથી ડેકોરેશન મોરબી અપડેટ: 15મી ઓગસ્ટ – સ્વાતંત્ર્ય દિનના પાવન રાષ્ટ્રીય પર્વની ઉજવણીના ભાગરૂપે મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સમગ્ર જિલ્લામાં ઉત્સાહવર્ધક અને દેશભક્તિસભર માહોલ ઊભો કરવામાં આવ્યો છે. 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પૂર્વે મોરબીની તમામ મુખ્ય સરકારી કચેરીઓ ઝળહળતી રોશનીથી શણગારવામાં આવી છે.સ્વાતંત્ર્ય પર્વની પૂર્વસંધ્યાએ મોરબી જિલ્લા સેવા સદન, જિલ્લા પંચાયત કચેરી, વિવિધ સરકારી ભવનો, તાલુકા કચેરીઓ તેમજ શહેરના મુખ્ય જાહેર સ્મારકો પર ઝાકઝમાળ રોશની અને રંગબેરંગી લાઈટિંગનો વિશેષ શણગાર કરવામાં આવ્યો છે. સ્વાતંત્ર્ય પર્વના ગૌરવવંત અવસરને વધાવવા અને નાગરિકોમાં દેશપ્રેમની ભાવના વધુ પ્રબળ બને તેવા ઉદ્દેશ સાથે કરવામાં આવેલી આ ઝળહળતી રોશનીના કારણે સમગ્ર મોરબી જિલ્લો રાષ્ટ્રભક્તિના રંગે રંગાઈ ગયો છે.#Morbi #IndependenceDay #MorbiNews #MorbiUpdate #15August #GujaratNews #IndependenceDay2026 #Patriotism #MorbiDistrict