મોરબી : મોરબીનાં કડીવાર પરીવાર દ્વારા દાદાની 30મી પુણ્યતિથિએ કીડીયારું પુરીને પ્રેરણા દાયક શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી. સ્વ. મોહનભાઈ ગોકળભાઈ કડીવારની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરવા 200 લીટરની પાણીની બે કુંડી પશુઓની સેવા માટે અર્પણ કરવામાં આવી છે. આ ઉપરાંત 111 નાળીયેરમાં કીડીયારું ભરીને 111 અલગ અલગ જગ્યાએ જંગલમાં જમીનમાં ખાડો ખોદીને દાટી અને બાવળ અને બોરડીના ઝુંડમાં મૂકવામાં આવ્યાં છે.