ગાઇડલાઈનના પાલન સાથે અષાઢી બીજના પાવન અવસરે મચ્છુ માઁનો પ્રાગટય દિવસ ઉજવાયો મોરબી : મોરબીમાં આજે અષાઢી બીજના પાવન પર્વે મચ્છુ માઁનો પ્રાગટય થયો હોય આ પ્રાગટય દિવસને દર વર્ષે ધામધૂમથી મનાવવામાં આવે છે. પણ આ વર્ષે કોરોનાના કારણે સદાયથી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં 2100 દિવાની ભવ્ય સંધ્યા આરતી કરવામાં આવી હતી. મોરબીમાં દર વર્ષે અષાઢી બીજે મચ્છુ માઁના પ્રાગટય દિવસને આસ્થા અને હર્ષોલ્લાસથી ઉજવવામાં આવે છે. આ નિમિતે ભવ્ય શોભાયાત્રા તેમજ મહાપ્રસાદ અને મહાઆરતી સહિતના કાર્યક્રમો યોજવામાં આવે છે. પણ છેલ્લા 2 વર્ષથી કોરોનાના કારણે મચ્છુ માઁના પ્રાગટય દિવસની ઉજવણી સાદાયપૂર્વક કરવામાં આવી રહી છે. આજ રોજ કોરોના ગાઈડલાઈનના પાલન સાથે ભારે આસ્થાભેર મચ્છુ માઁનો પ્રાગટય દિવસ ઉજવાયો હતો. જેમાં 2100 ઘીના દીવા પ્રગટાવી સંધ્યા આરતી કરવામાં આવી હતી. આ વેળાએ મર્યાદિત સંખ્યામાં જ લોકોની ઉપસ્થિતિ રહી હતી. ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..