જામનગર અને અમદાવાદ જતી ખાનગી ટ્રાવેલ્સ પણ બંધ રહેશે મોરબી : કોરોનાને ભગગવા માટે ઘરબંધી એક જ વિકલ્પ એ મુજબ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આવતીકાલે તા.22 માર્ચને રવિવારે જનતા કર્ફયુની અપીલ કરી છે જેથી કાલે આવશ્યક તબીબી સેવા અને જીવન જરૂરી ચીજ વસ્તુઓ સિવાય તમામ સેવાઓ બંધ રહેવાની છે.જેમાં મોરબી એસટી અને રેલ સેવાઓ પણ બંધ રહેશે.મોરબી વાંકાનેર વચ્ચે દોડતી ડેમુ ટ્રેન અને 52 એસટી બસોની 362 ટ્રીપ બંધ રહેશે તેવી જાહેરાત કરવામાં આવી છે.જ્યારે ખાનગી બસો પણ બંધ રહેશે. મોરબીવાસીઓએ આવતીકાલેના જનતા કર્ફયુને અભૂતપૂર્વ સમર્થન આપ્યું છે.મોરબીવાસીઓ આવતીકાલે કોરોના સામેની લડાઈમાં સંપૂર્ણપણે શિસ્તબદ્ધ રીતે બંધ પાળશે.ત્યારે મોરબી એસટી સેવા અને રેલવે સેવાઓ પણ બંધ રહેવાની જાહેરાત કરવામાં આવી છે.જેમાં મોરબી વાંકાનેર વચ્ચે દોડતો ડેમુ ટ્રેન બંધ રહેશે તેમજ મોરબી એસટી ડેપોની 52 એસટી બસોની 362 ટ્રીપ કેન્સલ કરવામાં આવી છે.આ રીતે મોરબીની એસટી સેવા બંધ પાળશે. તેમજ જામનગર અને અમદાવાદ જતી ખાનગી ટ્રાવેલ્સ પણ બંધ રહેશે તેવું જાણવા મળ્યું છે.