મોરબી : મોરબી નગરપાલિકા દ્વારા રામચોકથી વાઘપરા સુધી રોડના નામકરણનો ઠરાવ કરવામાં હતો. જે અંર્તગત વિસ્તારના લોકો દ્વારા મોરબીના રોડ પર 'સ્વામી વિવેકાનંદ માર્ગ' નામના બોર્ડ મુકવામાં આવ્યા હતા. અગાઉ મોરબી નગરપાલિકાના જનરલ બોર્ડમાં મોરબી નગરપાલિકા દ્વારા રામચોકથી વાઘપરા સુધીના રોડનું નામકરણ કરવા અંગે ઠરાવ કરવામાં આવ્યો હતો. આ ઠરાવ બાદ આજ રોજ સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ હોવાથી વિસ્તારના લોકો દ્વારા રોડ પર સ્વામી વિવેકાનંદ માર્ગ નામના બોર્ડ મુકવામાં આવ્યા હતા. આમ, વિસ્તારના લોકોએ સ્વામી વિવેકાનંદ માર્ગ નામના બોર્ડ મૂકી જન્મજયંતિની ઉજવણી કરી હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..