4 સ્થળોએ કલેક્શન સેન્ટર કાર્યરત કરાયા, 25 તારીખે સૌથી વધુ વિસર્જન થવાની સંભાવનામોરબી અપડેટ : ગણપતિ મહોત્સવ પૂર્ણ થવાને હવે માત્ર 3 દિવસ બાકી રહ્યા છે. સામાન્ય રીતે ભક્તો દ્વારા 9માં અને 11માં દિવસે ગણપતિ વિસર્જન કરવામાં આવતું હોય છે. આગામી 25 તારીખના રોજ 11મો દિવસ હોવાથી તે દિવસે સૌથી વધુ મૂર્તિઓનું વિસર્જન થવાની સંભાવના છે. વિસર્જનની પ્રક્રિયા માટે આજે સવારથી જ લોકો મૂર્તિઓ લઈને આવી રહ્યા છે.આગામી વિસર્જનને ધ્યાનમાં રાખીને મહાનગરપાલિકા દ્વારા શહેરની અંદર જુદી જુદી 4 જગ્યાઓ પર કલેક્શન સેન્ટર ઊભા કરવામાં આવ્યા છે. આ કલેક્શન સેન્ટરોમાં સામાકાંઠે LE કોલેજ ગ્રાઉન્ડ, MP સેઠ ગર્લ્સ હાઇસ્કૂલ ગ્રાઉન્ડ, પોલીસ પરેડ ગ્રાઉન્ડ અને સ્કાય મોલ પાસેના ગ્રાઉન્ડનો સમાવેશ થાય છે. ભક્તો આ 4 સેન્ટરો પર આસાનીથી પોતાની મૂર્તિઓ જમા કરાવી શકશે.આ તમામ કલેક્શન સેન્ટરો પરથી મહાનગરપાલિકાની ટીમ દ્વારા મૂર્તિઓ એકત્ર કરીને રવાપર-વીરપર પાસે બનાવવામાં આવેલા વિસર્જન સ્થળ પર લઈ જવામાં આવશે. ત્યાં મહાનગરપાલિકા દ્વારા આસ્થાપૂર્વક મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવશે. સુરક્ષા અને યોગ્ય વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી મહાનગરપાલિકા દ્વારા વિસર્જન સ્થળ પર ફાયરની ટીમો, તરવૈયાઓની ટીમો અને અન્ય જરૂરી સ્ટાફને તૈનાત કરી દેવામાં આવ્યો છે.#MorbiUpdate #GanpatiVisarjan #MorbiNews #GaneshUtsav #Mahanagarpalika #VisarjanPreparation