મોરબી: આગામી તારીખ 19 ઓક્ટોબર ને બુધવારના રોજ મોરબી પાંજરાપોળના લાભાર્થે સંતવાણી તથા લોક ડાયરાનું આયોજન મોરબીના લીલાપર રોડ પર આવેલા રાધે પાર્ટી પ્લોટમાં કરવામાં આવ્યું છે. આ લોક ડાયરામાં ભજનિક નિલેશ ગઢવી, લોકગાયિકા અપેક્ષા પંડ્યા અને સાહિત્યકાર પિયુષ મહારાજ ભજનની રમઝટ બોલાવશે. સાથે જ મારુતિ સાઉન્ડનો પણ સહકાર આ સંતવાણી અને લોક ડાયરામાં મળી રહેશે. ત્યારે પાંજરાપોળના લાભાર્થે યોજાઇ રહેલા આ સંતવાણી અને લોક ડાયરાના કાર્યક્રમમાં પધારવા સૌને સવજીભાઈ બારૈયા તથા અરવિંદભાઈ બારૈયા દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.