મોરબી : મોરબીના રહેવાસી પ્રવિણભાઈ ધીરજલાલ કારિયા (ઘોઘુભાઈ)ના સૌજન્યથી આગામી તારીખ 13 જાન્યુઆરીના રોજ મોરબીમાં ડો. હસ્તીબેન મહેતાના 127માં એક દિવસીય ફ્રી નિદાન તેમજ સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.13 જાન્યુઆરી ને શનિવારે સવારે 9-30 થી 12-30 વાગ્યા સુધી મોરબીના સામાકાંઠે શોભેશ્વર, ચિંતન વિદ્યાલય ખાતે આ ફ્રી નિદાન તેમજ સારવાર કેમ્પ યોજાશે. આ કેમ્પમાં જરૂરિયાતમંદ દર્દીઓને ત્રણ દિવસની દવા ફ્રી આપવામાં આવશે અને ડાયાબિટીસ ટેસ્ટ તેમજ બીપી ચેક કરી આપવામાં આવશે. જ્યારે મોરબી સિવિલ હોસ્પિટલના આંખ વિભાગના ડો. સુરેશભાઈ કાલરીયા આંખના દર્દીઓને તપાસશે.