મોરબી : નવરંગ નેચરલ કલબ દ્વારા તા.8ને રવિવારે સવારે 8 થી 1 શનાળા રોડ ઉપર ઉમિયા સર્કલ નજીક સત્યેસ્વર મહાદેવ મંદિર પાસે ચીકુ, નાળિયેર,ચેરી, બોરડી, 26 જાતના ગુલાબ, મોગરો, ચંપો, ગલગોટા, ખરખોડી સહિતના દરેક કલમી રોપા રાહત ભાવે મળશે. દેશી ગાય આધારિત ખેતીથી જીરૂ, ધાણા, રાય, મેથી, ગૌમૂત્રની ફીનાઈલ, ગૌ મૂત્ર અર્ક, દરેક જાતના ઓસડીયા, હાથે ખાંડેલા ચુર્ણ, પાવડર, સિંધા નમક, શુધ્ધ ચોખ્ખુ મધ, ટકાઉ હવા ઉજાસ વાળા દોરીથી ગુથેલ ચકલીના માળા રાહત ભાવે મળશે. કાળી માટીના રસોઈ બનાવા માટે હાથેથી બનાવેલ તાવડી, પાટીયા, ખાખરા, પાપડ મળશે. તેમ પ્રમુખ વી. ડી. બાલા મો.નં.9427563898તથા લવજીભાઈ પ્રજાપતિ મો.નં. 9925369465ની યાદીમાં જણાવાયું છે.