મોરબી : જેતપર ખાતે તા. 30-9-2025 ને મંગળવારના રોજ પરસાડીયા પરિવાર દ્વારા માતાજીની 501 દિવડાની મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બપોરના 2 થી 4 કલાક દરમ્યાન માતાજીના નૈવેદ્ય, સાંજે 7 કલાકે મહા આરતી તથા રાત્રે 8 કલાકે 101 શ્રીફળનો હવન રાખવામાં આવ્યો છે. તો આ મહા આરતીના દર્શન કરવા જય ગોપાલ ગૃપ જેતપર (મચ્છુ) ન્યુ રાધિકા સ્ટુડિયો જેતપર દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.