મોરબી : જય બજરંગ યુવક મંડળ દ્વારા ધુનડા (સ.) ગામે પંખીના ચણ તથા પૌરાણિક શિવ મંદિરના લાભાર્થે આગામી તારીખ 30 સપ્ટેમ્બરને શુક્રવારના રોજ પાંચમા નોરતે રાત્રે 9:30 કલાકે મહાન ઐતિહાસિક નાટક હિંદનો છેલ્લો સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણ અને પેટ પકડીને હસાવતું કોમિક મીયો બેલવાળો ભજવવામાં આવશે. ધુનડા (સ.) ગામના પાદરના ચોકમાં આ નાટક અને કોમિક ભજવાશે, તો આ કાર્યક્રમને નિહાળવા તમામ ભાઈઓ-બહેનોને પધારવા જય બજરંગ યુવક મંડળ દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યુ છે.