મોરબી : આવતીકાલે તારીખ 22 નવેમ્બર ને બુધવારના રોજ મોરબી શહેર પેટા વિભાગ 2 હેઠળ આવતા વાવડી રોડ ફિડર હેઠળના વિસ્તારમાં ફીડર સમારકામ કરવાનું હોવાથી સવારે 7 વાગ્યા થી બપોરે 2 વાગ્યા સુધી વીજપુરવઠો બંધ રહેશે. 22 નવેમ્બરે વાવડી રોડ ફીડર હેઠળ આવતા રાધા પાર્ક, કારીયા સોસા,સોમૈયા સોસાયટી, અશોક પાર્ક, ક્રિષ્ના પાર્ક, ગાયત્રી નગર, કુબેર નગર 1-3, માધાપર તથા આસપાસના વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રહેશે. સમારકામ પૂર્ણ થયે વીજ પુરવઠો પુનઃ શરૂ કરવામાં આવશે.