ભાજપ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા ડોક્ટરોનું અને સફાઈ કર્મીઓનું સન્માનમોરબી: આજરોજ કચ્છ-મોરબી સાંસદ અને ગુજરાત પ્રદેશ ભાજપ મહામંત્રી વિનોદભાઈ ચાવડાના જન્મદિવસ નિમિત્તે મોરબી જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા મોરબી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને ફ્રુટ વિતરણ કરવામાં આવ્યું હતું તથા ડોક્ટરોનું અને સફાઈ કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં મોરબી જિલ્લા ભાજપ મહામંત્રી કે.એસ. અમૃતિયા, મહામંત્રી જેઠાભાઈ મિયાત્રા, નીરજભાઈ ભટ્ટ,કાજલબેન ચંડીભમર, મહિલા મોરચા પ્રમુખ ભાવનાબેન કૈલા, મોરબી જિલ્લા પંચાયત ચેરમેન અશોકભાઈ ચાવડા, મોરબી શહેર મહિલા મોરચા પ્રમુખ અલ્પાબેન કક્કડ, મોરબી શહેર યુવા મોરચા પ્રમુખ જયદીપભાઈ આશિફભાઈ ઘાંચી, મહિલા મોરચા મહામંત્રી નિર્મલાબેન હડીયલ સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તા ઉપસ્થિત રહ્યાં હતાં. આ આયોજનમાં મોરબી જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ બાબુભાઈ પરમાર, મહામંત્રી બળવંતભાઈ સનારીયા અને ટીમે જહેમત ઉઠાવી હતી.