મોરબીઃ રંતીદેવ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ તથા વાલ્મીકી સમૂહ લગ્ન સેવા સમિતિ- મોરબી જિલ્લા દ્વારા આગામી તારીખ 21 મે ને રવિવારના રોજ નવમો સમૂહ લગ્નોત્સવ યોજાશે. 21 મે ને રવિવારે મોરબીના જેઈલ રોડ પરના સિટી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જાજરમાન સમૂહ લગ્નોત્સવ યોજાશે. જેમાં 12 નવદંપતીઓ પ્રભુતામાં પગલા પાડશે. આ સમૂહ લગ્નોત્સવ પ્રસંગે સવારે 9-30 કલાકે મંડપ મુહૂર્ત અને સાંજે 4 કલાકે હસ્ત મેળાપ થશે. તો સાંજે 7-45 કલાકે સન્માન સમારોહ યોજાશે અને સાંજે 7-30 કલાકે ભોજન સમારંભનું આયોજન કરાયું છે. આ સમૂહ લગ્નોત્સવમાં અનેક સંતો-મહંતો નવદંપતીઓને આશીર્વાદ આપવા ઉપસ્થિત રહેશે. સાથે જ સમૂહ લગ્નોત્સવમાં રાજકીય-સામાજિક અગ્રણીઓ પણ હાજરી આપશે.