લેન્કો એલ્યુમિનિ એસોસિયેશનની ઓફિસનું ઉદ્ઘાટન પણ થશેમોરબી : મોરબીની જૂની અને જાણીતી એલ.ઈ. કોલેજમાં આગામી તારીખ 6 માર્ચના રોજ 13મું ગોલ્ડ મેડલ ફંકશન યોજાશે.લેન્કો એલ્યુમિનિ એસોસિયેશન દ્વારા લખધીરજી એન્જિનિયરિંગ કોલેજ- મોરબી ખાતેથી તાજેતરમાં અભ્યાસ પુર્ણ કર્યો છે તેવા તેજસ્વી વિદ્યાર્થીઓ કે જેમણે પોતાના વિષયમાં કે બ્રાન્ચમાં ટોપ કર્યું છે તેમને ગોલ્ડ મેડલથી સન્માનિત કરવા માટે આગામી તારીખ 6 માર્ચ ને બુધવારના 13મા ગોલ્ડ મેડલ ફંકશનનું આયોજન કરવામાં આવ્યું છે.કોરોના મહામારીને કારણે અમુક વર્ષો દરમિયાન ગોલ્ડ મેડલ ફંકશન થઈ શકયા ન હતા તેથી આ વર્ષે 2021, 2022 અને 2023 એમ કુલ ત્રણ વર્ષ દરમિયાન પાસ થયેલા ટોપર્સને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવશે. સાથે કોલેજ કેમ્પસમાં લેન્કો એલ્યુમિનિ એસોસિયેશનની નવી ઓફિસના ઉદ્ધાટન સમારોહનું પણ આયોજન કરવામાં આવ્યું છે. સાથેજ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ મળીને જૂની યાદો તાજી કરશે.વ્યવસ્થાના ભાગરૂપે જે લોકો મોરબી આવવા ઈચ્છુક છે તેઓ નીચે આપેલી લીંક પર રજિસ્ટ્રેશન કરાવી લેવા લેન્કો એલ્યુમિનિ એસોસિયેશન દ્વારા જણાવાયું છે.https://docs.google.com/forms/d/e/1FAIpQLSecbntwYJF_p9L-2CNYzN49GkQvQFOvAo_2omgpN9iMDUg-DA/viewform?usp=sf_link