મોરબી : ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિ મોરબી તથા પ્રજાપતિ યુવા સંગઠન મોરબી દ્વારા ફાગણ વદ અમાસના દિવસે શકત શનાળા સ્થિત શક્તિ માતાજીના મંદિરે ધજા આરોહણ કરવામાં આવશે.તારીખ 29 માર્ચ ને શનિવારના રોજ અમાસના દિવસે ગુર્જર પ્રજાપતિ સમાજ દ્વારા ભગવતી મા રાજ રાજેશ્વરી શક્તિ માતાજીના શનાળા સ્થિત મંદિરે ધજા આરોહણ કરવામાં આવશે. 3 વાગ્યે પૂજા વિધિ શરૂ થશે અને 4 વાગ્યે મંદિરના શિખર પર ધજા આરોહણ કરવામાં આવશે. ત્યારબાદ સાંજે 6-30 કલાકે જ્ઞાતિ ભોજનનું આયોજન કરાયું છે. સંકેત મહારાજ ધજાની વિધિ કરાવશે.