મોરબી : મોરબી હરડે પ્રચાર કેન્દ્ર દ્વારા આગામી તારીખ 10 માર્ચ ને રવિવારના રોજ ન્યુ હાઉસિંગ બોર્ડની સામે, શનાળા રોડ ખાતે નેચરલ વસ્તુઓનું વેચાણ કરવામાં આવનાર છે.હરડે પ્રચાર કેન્દ્ર મોરબી દ્વારા માર્કેટિંગ યાર્ડની બહારની બાજુએ, આરડીસી બેંકના દરવાજા પાસે, ન્યુ હાઉસિંગ બોર્ડની સામે, શનાળા રોડ, મોરબી ખાતે 10 માર્ચ ને રવિવારે સવારે 9 થી બપોરે 12 વાગ્યા સુધી રાહતદરે હરડે પાવડર, ગીલોય ઘનવટી, નેચરલ સાબુ, ડાંગની રાગીના ભૂંગળા તથા લોટ મળશે, ગૌમૂત્ર અર્ક, કેળાના પાપડ, આમળા-અરીઠા-શિકાકાઈ પાવડર, સિંધાલુણ નમક, નગોળનું તેલ, આંબળાની મીઠી કેન્ડી, રાહતદરે દસ જાતના ગુલાબ તેમજ અન્ય અલગ અલગ ફૂલછોડ, રસોડામાં ઉપયોગી એવા લાકડામાંથી બનાવેલ પાટલા, વેલણ, જેરણી વગેરે, ઓર્ગેનિક શાકભાજી, ગાયના છાણમાંથી બનેલી વસ્તુઓનું વેચાણ કકરવામાં આવશે. આ વેચાણ કેન્દ્રનો લાભ લેવા હરડે પ્રચાર કેન્દ્ર મોરબીના સંયોજક જીતુભાઈ ઠક્કરની યાદીમાં જણાવાયું છે.