માળીયા (મી.) : માળીયા હળવદ નેશનલ હાઈવે ઉપર ડ્રાઈવરે ટ્રકને બ્રેક મારતા રોડની સાઈડની ગટરમાં ટ્રક પલ્ટી મારી જતા અકસ્માત સર્જાયો હતો. માળીયા હળવદ નેશનલ હાઈવે ઉપર અણીયારી ટોલ નાકાથી હળવદ બાજુ ભોરાપીરની જગ્યા સામે ગત તા. 26ના રોજ આરોપી ટ્રક-ટ્રેઈલર નંબર-GJ-12-BX-4360 ના ચાલક બજરંગ બલીભાઈ યાદવ એ ટ્રક-ટ્રેઈલર બેદરકારીથી ચલાવી એકદમ જોરથી ટ્રકને બ્રેક મારી રોડની સાઈડની ગટરમા ટ્રક-ટ્રેઈલરને પલટી ખવડાવી હતી. આ અકસ્માતમાં પોતાના તથા સાથેના ક્લીનરને નાની-મોટી સામાન્ય ઈજા થઇ હતી. માળીયા મીં. પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.