મોરબી : મોરબી તાલુકાના રફાળેશ્વર ખાતે આવેલા રફાળેશ્વર મહાદેવ મંદિરે મહાશિવરાત્રીના પાવન પર્વે પાંચીયા પરિવાર દ્વારા ધજારોહણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.તારીખ 8 માર્ચ ને શુક્રવારે મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે રફાળેશ્વર ગામના આગેવાન ખોડાભાઈ જગાભાઈ પાંચીયા તથા સમસ્ત પાંચીયા પરિવાર દ્વારા રફાળેશ્વર મહાદેવ મંદિરે બાવનગજની રજા ચડાવવામાં આવશે. આ પાવન પર્વ નિમિત્તે મહાદેવજીની ભવ્ય શોભાયાત્રા ખોડાભાઈ જગાભાઈ પાંચીયાના નિવાસ્થાનેથી પરંપરાગત રીતે સવારે 7:00 વાગે નીકળશે. આ પાવન પર્વ નિમિત્તે શોભાયાત્રામાં જોડાવવા પાંચીયા પરિવાર તરફથી જાહેર જનતાને નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ પ્રસંગે સાધુ-સંતો માટે મહાપ્રસાદનું આયોજન પણ કરાયું છે.