મોરબી : આવતીકાલે મહાશિવરાત્રીએ તારીખ 26 ફેબ્રુઆરી ને બુધવારના રોજ સાંજે 7.30 વાગ્યે મોરબીના ન્યૂ ગુજરાત હાઉસિંગ બોર્ડ, માર્કેટિંગ યાર્ડની સામે આવેલ સિધેશ્વર મહાદેવના મંદિરે સંગીતના તાલે મહાઆરતી તથા પ્રસાદી અને દીપ્રમાળાનું આયોજન કરવામાં આવ્યું છે. તમામ શણગાર દ્વારકેશ ફ્લાવરના સહયોગથી કરવામાં આવશે. તો તમામ શિવ ભક્તોએ આરતીના દર્શન કરવા માટે મંદિરના મહંત પ્રવિણ ગીરી બાપુએ ભાવભર્યુ આમંત્રણ પાઠવ્યું છે.