મોરબી : આવતીકાલે તારીખ 19 જૂન ને બુધવારના રોજ મેઈન્ટેનન્સની કામગીરી કરવાની હોવાથી ઘુંટુ ઔદ્યોગિક પેટા વિભાગ હેઠળના વિસ્તારમાં વીજ પુરવઠો બંધ રહેશે.બુધવારે મહાદેવ જેજીવાય ફીડર (નીચી માંડલ ગામ તથા આસપાસનો વિસ્તાર)માં સવારે 7-30 થી બપોરે 1 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે. અમૃત ઇન્ડસ્ટ્રીયલ તથા વિનઆર્ટ ઇન્ડસ્ટ્રીયલ ફીડર સવારે 8 થી 1 સુધી બંધ રહેશે. આ ફીડરમાં આવતા તમામ રહેણાંક, વાણિજ્ય, ઔદ્યોગીક (એચ.ટી), વીજજોડાણોમાં વીજ પુરવઠો બંધ રહેશે. કામગીરી પૂર્ણ થયે કોઈ પ્રકારની જાણ કર્યા વગર વીજ પુરવઠો ચાલુ કરવામાં આવશે.