નોબલ સ્કૂલ તથા સેવી ઈન્ટરનેશનલ સ્કૂલ ખાતે પ્રવચન યોજાશેમોરબી : તા. 14 જાન્યુઆરી ને મંગળવારે મકરસંક્રાંતિના દિવસે મોરબીના આંગણે પ્રથમ વખત તેરાપંથ જૈન સમાજના આચાર્ય મહાશ્રમણજી પોતાની ધવલ સેના સાથે અહિંસા યાત્રા લઈને મોરબી પધારી રહ્યા છે. તેઓની સાથે 90થી વધારે સંત અને સાધવીઓ પધારશે. આ દરમ્યાન આચાર્ય મહાશ્રમણજી મોરબીમાં સામાકાંઠે ન્યુ પેલેસ પાસે આવેલી નોબેલ સ્કૂલ તથા સેવી ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે રોકાણ કરશે. ત્યારે સૌ ધર્મ પ્રેમીઓને તેમનાં પ્રવચન, સેવા, ઉપાસનાનો લાભ લેવા સૌરાષ્ટ્ર તેરાપંથ જૈન સમાજ દ્વારા ભાવભર્યું આમંત્રણ આપવામાં આવ્યું છે.