પ્રમુખ અરવિંદભાઈ બારૈયા સહિતની ટીમ દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પ, લોકડાયરો, સન્માન, યજ્ઞ સહિતના કાર્યક્રમો યોજાશેટંકારા : તાલુકાના સખપર (કોઠારીયા) ગામે સુરાપુરા ખોડાબાપાના સાનિધ્યમાં આગામી તારીખ 12 જાન્યુઆરી ને રવિવારના રોજ કડવા પાટીદાર બારૈયા પરિવારનું 20મું સ્નેહમિલન યોજાશે. આ સ્નેહમિલન સમારોહ પ્રસંગે યજ્ઞ, દાતાઓનું સન્માન, વિદ્યાર્થીઓનું સન્માન, ભોજન પ્રસાદ, પાટીદાર સંસ્થાઓનું સન્માન, મહાઆરતી, મહાપ્રસાદ, મેગા બ્લડ ડોનેશન કેમ્પ અને લોકડાયરો સહિતના કાર્યક્રમો યોજાશે.12 જાન્યુઆરી ને રવિવારના રોજ સવારે 7 કલાકે યજ્ઞનો પ્રારંભ થશે. 8-30 કલાકે સ્નેહમિલન અને દાતાઓનું સન્માન કરાશે. 9-30 કલાકે વિદ્યાર્થીઓને પોત્સાહન આપવામાં આવશે. બપોરે 12-30 કલાકે ભોજન પ્રસાદ અને બપોરે 2 કલાકે સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સેવા સંસ્થાઓનો સન્માન સમારોહ યોજાશે. સાંજે 6 કલાકે મહાઆરતી અને 6-30 કલાકે મહાપ્રસાદનું આયોજન કરાયું છે. સવારે 9 થી સાંજે 6 વાગ્યા સુધી ઉમિયા પદયાત્રિક પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટ- રાજકોટના સહયોગથી મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે. રાત્રે 9 કલાકે લોકડાયરાનું આયોજન કરાયું છે. જેમાં ભજનિક અલ્પાબેન પટેલ, ગોપાલ સાધુ અને સાહિત્યકાર કમલેશ પ્રજાપતિ ભજનની રમઝટ બોલાવશે. આ કાર્યક્રમના અધ્યક્ષસ્થાને સાંસદ પરસોત્તમભાઈ રૂપાલા હાજરી આપશે. આ ઉપરાંત નકલંકધામ બગથળાના દામજી ભગત, નાની વાવડીના કબીર આશ્રમના શિવરામબાપુ અને કોઠારીયા રામદેપીર જગ્યાના રાણીદાસબાપુ આશીર્વાદ પાઠવવા ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત સામાજિક-રાજકીય આગેવાનો અને અધિકારીઓ ઉપસ્થિત રહેશે. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે કડવા પાટીદાર બારૈયા પરિવારના પ્રમુખ અરવિંદભાઈ બારૈયા, ઉપપ્રમુખ મનહરભાઈ બારૈયા, મહામંત્રી મનિષભાઈ બારૈયા, ખજાનચી જયંતિલાલ બારૈયા અને મંત્રી ભાવિનભાઈ બારૈયા સહિતની ટીમ જહેમત ઉઠાવી રહી છે.