મોરબી : મોરબીના નવલખી રોડ પર સેન્ટમેરી સ્કૂલ પાછળ આવેલા પોપટ પરિવારના મઢે આગામી તારીખ 11 જાન્યુઆરીના રોજ શ્રી ખોડીયાર માતાજી તથા શ્રી મોમાઈ માતાજી તથા શ્રી મેલડી માતાજીના નવરંગા માંડવાનું આયોજન કરવામાં આવ્યું છે.11 જાન્યુઆરીના રોજ પોપટ પરિવારના મઢે માતાજીના માંડવાના રૂડા અવસરે સવારે શુભ ચોઘડિયે થાંભલી રોપણ થશે. સાંજે 6 કલાકે નવલખી રોડ પર જલારામ પાર્કની બાજુમાં મહાપ્રસાદનું આયોજન કરાયું છે. રાત્રે 8 કલાકે ભુવા અને સંતો-મહંતોના સામૈયા થશે અને ત્યારબાદ રાત્રે 9 કલાકે ડાકલાની રમઝટ બોલશે. એમાં અરવિંદભાઈ રાવળદેવ (ચોગઠવાળા) ઉપસ્થિત રહી માતાજીની આરાધના કરશે. આ ઉપરાંત વિવિધ માતાજીના ભુવાશ્રીઓ પણ હાજરી આપશે. આ પ્રસંગે મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી અને મોરબી શહેર ભાજપ મંત્રી નરેન્દ્રભાઈ પોપટ સહિતના અતિથિઓ પણ ઉપસ્થિત રહેશે.