મોરબી : આગામી તારીખ 10 જાન્યુઆરી ને શુક્રવારના રોજ રાત્રે 9 કલાકે મોરબીના હળવદ રોડ પર આઈટીઆઈ સામે મોજે મસ્તરામ હોટેલ પાછળ આવેલા આઈ શ્રી કરંડીયાવાળી મોગલ માતાજીના મંદિરે મા મોગલનો તરવાડો યોજાશે. આ પ્રસંગે સાંજે 7 કલાકે મહાપ્રસાદનું પણ આયોજન કરાયું છે. આ તકે કલાકાર જે.કે. ટીંબા, મેરુ રાયકા અને લાલુ રબારી હાજરી આપશે તો તમામ આઈ ઉપાસક, સર્વે મોગલ છોરુંને માતાજીના દર્શનનો લાભ લેવા તથા માતાજીની પ્રસાદી લેવા ભુવાજી અમિતભાઈ ગઢવી દ્વારા આમંત્રણ પાઠવાયું છે.