મોરબી : આજે સ્વતંત્રતા દિવસ નિમિત્તે મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ મોરબી સબજેલની મુલાકાત લીધી હતી અને આ અવસરે કાંતિભાઈ અમૃતિયાએ જેલના તમામ બંદીવાઓ સાથે મુલાકાત કરી હતી અને તેઓ સાથે વાતચીત કરીને આગામી જીવનમાં સારા કાર્ય કરીને દેશને મદદરૂપ થવા જણાવ્યું હતું. સાથે જ સૌને સ્વતંત્રતા દિવસની શુભકામના પાઠવી હતી.