મોરબી : 6 ડિસેમ્બરે હોમગાર્ડઝ સ્થાપના દિવસ નિમિત્તે મોરબી શહેર હોમગાર્ડઝ યુનિટ દ્વારા સ્વચ્છતા અભિયાન અને બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. તમામ હોમગાર્ડ સભ્યો અને એનસીઓ આર. એન. વાઘેલા, જે. આઈ અબડા, એ. કે. સોરીયા, વી. જે. સુમળ અને ઓફિસર જે. એન. વાઘેલા અને જિલ્લા ડિસ્ટ્રિક્ટ કમાન્ડર દીપ પટેલના માર્ગદર્શન હેઠળ હોમગાર્ડઝ સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી.