મોરબી : રામકૃષ્ણનગર મેઈન રોડ પર આવેલ રામકૃષ્ણ રક્ષક હનુમાન મંદિર ખાતે તા-૬ ના રોજ હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. જેમાં સવારે ૧૧ થી ૧૨ બટૂક ભોજન,સાંજે- ૪ થી ૬ મારૂતિ મહિલા મંડળ ધુનનો કાર્યક્રમ, રાત્રે ૧૦ વાગ્યે ગોકુળના બાલા હનુમાન ભજનનો કાર્યક્રમ યોજાશે. આ ભવ્ય ઉજવણી કાર્યક્રમમાં સવાસો કિલો બટેટાં- સવાસો કિલો ગાંઠિયા - સવાસો કિલો ગુંદી તેમજ વિસ કિલો ખાંડ - પાંચ કિલો વરીયાળી વાપરવા માં આવશે તમામ કાર્યક્રમ નુ આયોજન અહિંના નાના મોટા દુકાનદારો વેપારીભાઈઓ ના સાથ સહકારથી કરવામાં આવે છે કાર્યક્રમને સફળ બનાવવા માટે મંદિરના પુજારી બુબ્ધાલાલા રાઠોડ, મહાદેવભાઈ ગોહેલ ભરતભાઈ સોલંકી તથા નરેન્દ્રભાઈ ગોહેલ, જયરાજ પી રાઠોડ, હષૅ આર ગોહેલ, યશરાજ પી રાઠોડ, ઉદય આર કંઝારીયા તથા રામકૃષ્ણ રક્ષક હનુમાન મિત્ર મંડળના સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે.