મોરબી : ગાયત્રી માતાજીના રજત મહોત્સવ એટલે કે માતાજીના 26મા પાટોત્સવના મંગલ અવસરે તારીખ 2 ફેબ્રુઆરી ને વસંત પંચમીના રોજ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ- મોરબી દ્વારા 25 કુંડી ગાયત્રી મહાયજ્ઞ અને સમૂહ યજ્ઞોપવિતનું આયોજન કરવામાં આવ્યું છે.તારીખ 2 ફેબ્રુઆરીના રોજ ગાયત્રી પ્રેરણા મંદિરના સાનિધ્યમાં 25 કુંડી ગાયત્રી મહાયજ્ઞ અને સમૂહ યજ્ઞોપવિતનું આયોજન કરાયું છે. જેમાં સમૂહ યજ્ઞોપવિતના દીક્ષાગુરુ તરીકે નિઃશુલ્ક સેવાયજ્ઞ દ્વારા આચાર્ય આશિષભાઈ મહેતા (ભગવતાચાર્ય) બટુકોને યજ્ઞોપવિત ધારણ કરાવશે. ગાયત્રી મહાયજ્ઞના ઉપાચાર્ય તરીકે અનિલભાઈ સી. દવે નિઃશુલ્ક સેવા આપશે. સવારે 7 થી 7-30 સુધી મંડપ મુહૂર્ત તથા ગ્રહશાંતિ યોજાશે. સવારે 7-30 થી 9 વાગ્યા સુધી યજ્ઞોપવિત ધારણ વિધિ થશે. 11-30 કલાકે કાશી યાત્રાનું આયોજન કરાયું છે. સવારે 9 કલાકે યજ્ઞ પ્રારંભ થશે. 11 કલાકે બીડુ હોમવામાં આવશે અને 11-30 કલાકે યજ્ઞ પુર્ણાહૂતિ થશે. બપોરે 12 કલાકે સન્માન કાર્યક્રમ યોજાશે. બપોરે 3 કલાકે આનંદના ગરબાનું આયોજન કરાયું છે અને સાંજે 5-30 કલાકે માતાજીનું રાજોપચાર પૂજન થશે.