મોરબી : નવરંગ નેચરલ કલબ દ્વારા આગામી તા. 12-2-2025 ને બુધવારના રોજ મોરબી 2 રામકૃષ્ણ જનકલ્યાણ રીલીફ સોસાયટી, બાપા સીતારામ ચોક, પોસ્ટ ઓફિસ સામે, સદગુરૂ પાન સેન્ટર ખાતે રાહત ભાવે વિવિધ વસ્તુઓનું વેચાણ કરવામાં આવશે. જેમાં દરેક જાતના ફૂલ છોડના કલમી રોપા, 26 પ્રકારના ગુલાબ, મોગરો, ચંપો, કેવડો, ગલગોટા, દરેક જાતના બીયારણ, દેશી ઓસડીયા, હાથેથી ખાંડેલા પાવડર, ચુર્ણ, શુદ્ધચોખ્ખું મધ, હરડે, બહેડા, આમળા, અરીઠા, શિકાકાઈ, ત્રિફળા, સરગવો, મેથી, સિંધાલૂણ, પાવડર ચુર્ણ, ધુપ, અગરબત્તી, ગુગળ, કપુર, હવન સામગ્રી, કાળી માટીના રસોઈના વાસણો, હાથેથી બનાવેલ તાવડી, પાટીયા, કુંડા, જાનકી ઓઈલ મીલ ઘાણીથી પીલેલ કાળા સફેદ તલની સાંની કચ્ચરીયુ તથા તલનું તેલ, શુદ્ધ મગફળીનું તેલ એક વર્ષની ગેરેન્ટી, કપ, રકાબી, બરણી, કાચના ગ્લાસ, ફ્રુટ પ્રોડક્ટ્સ, સાબુ, મહેંદી, દરેક બીમારીમાં ઉપયોગી દેશી ખાંડ, ગોળ મળશે. આ સંસ્થા દ્વારા દર મહિનાના બીજા બુધવારે ખેડુત હાટ ભરવામાં આવે છે. વધુ માહિતી માટે રામભાઈ આહીર મો. નં. 9825109184 અને લાલુભા એમ. ઝાલા મો. નં. 9879253410 પર સંપર્ક કરવા યાદીમાં જણાવવામાં આવ્યું છે.