ટંકારા : ઓટાળા ગામે આગામી તારીખ 12 ડિસેમ્બરના રોજ ઘોડાસરા પરિવાર દ્વારા રામામંડળનું આયોજન કરવામાં આવ્યું છે. સમસ્ત પિતૃઓના મોક્ષાર્થે પ્રભુલાલ ભગવાનજીભાઈ ઘોડાસરા, અમૃતલાલ ભગવાનજીભાઈ ઘોડાસરા, મગનભાઈ ભગવાનજીભાઈ ઘોડાસરા અને પ્રતિકભાઈ હરીલાલ ઘોડાસરા દ્વારા ઓટાળા ગામે રાત્રે 8 કલાકે બાબા રામદેવ રામામંડળ કનેસરાધામનું પ્રખ્યાત રામામંડળ રમાડવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ નિમિત્તે બપોરે 3-30 કલાકે સામૈયા કરવામાં આવશે.