બાળવિકાસમાં થતી તકલીફ સહિતની સમસ્યાઓના નિદાન માટે કેશર ફિઝિયોથેરાપી ક્લિનિકમાં સેવા આપશે મોરબી : ગુજરાતના જાણીતા ન્યુરો ડેવલપમેન્ટ થેરાપિસ્ટ ડો. સવજી નકુમ 26 ઓગસ્ટના રોજ મોરબીના કેશર ફિઝિયોથેરાપી ક્લિનિક ખાતે સેવા આપશે. મોરબીના સર્કિટ હાઉસ રોડ પર શિવ કોમ્પલેક્ષના બીજા માળે આવેલા ડો. મીતલ રૈયાણીના કેશર ફિઝિયોથેરાપી ક્લિનિક ખાતે આગામી તારીખ 26 ઓગસ્ટ ને શનિવારના રોજ સવારે 9 થી બપોરે 12 વાગ્યા સુધી જાણીતા ન્યૂરો ડેવલપમેન્ટ થેરાપિસ્ટ કેશર ફિઝિયોથેરાપી ક્લિનિકમાં સેવા આપશે. જેમાં તેઓ બાળવિકાસમાં થતી તકલીફ જેવી કે સીપી બાળક, ઓટીઝમ, હાઈપર એક્ટિવ, ડાઉન સિન્ડ્રોમ, બોલવામાં તથા સમજવામાં તકલીફ, બીહેવિયર પ્રોબ્લેમ, ભણવામાં થતી તકલીફ માટે વિવિધ થેરાપી જેવી કે ફિઝિયોથેરાપી, ઓક્યુપેશનલ થેરાપી, બિહેવીયર થેરાપી, સ્પીચ થેરાપી, સેન્સરી ઈન્ટ્રીગેશન, કોન્ગીટીવી થેરાપી વગેરેની સારવાર આપશે. વધુ માહિતી માટે મો.નં. 9727841107 પર સંપર્ક કરવા જણાવાયું છે.