ખાનગી ક્ષેત્રે નોકરી મેળવવા ઈચ્છુક ઉમેદવારોએ જરૂરી ડોક્યુમેન્ટ સાથે ઉપસ્થિત રહેવા જણાવાયુંમોરબી : નિયામક, રોજગાર અને તાલીમના નિયંત્રણ હેઠળની રોજગાર વિનિમય કચેરી મોરબી દ્વારા 14 ઓગસ્ટના રોજ સવારે 11 કલાકે મોરબીના નઝરબાગ રેલવે સ્ટેશન પાસે ભડીયાદ રોડ પર આવેલી યુ.એન.મહેતા આર્ટ્સ કોલેજ ખાતે તાલુકાકક્ષાનાં ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોરબી જિલ્લાઓના ખાનગી ક્ષેત્રાના વિવિધ નોકરીદાતાઓ ઉપસ્થિત રહીને વિનામૂલ્યે પસંદગીની કાર્યવાહી કરશે.જેથી ખાનગી ક્ષેત્રે નોકરી મેળવવા ઇચ્છુક નોન મેટ્રીક/એસએસસી/એચએચસી/ આઇટીઆઇ /સ્નાતક વગેરેની લાયકાત ધરાવતા તથા 18 થી 35 વર્ષની ઉંમર ધરાવતા ઉમેદવારોએ તેમના તમામ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇજના ફોટોગ્રાફ, અધારકાર્ડ,બાયોડાટા વગેરે સાથે સ્વખર્ચે ભરતીના સ્થળે, નિયત સમયે અને તારીખે અચુક ઉપસ્થિત રહેવું. રોજગાર વિનિમય કચેરી ખાતે નામ નોંધણી નહી કરાવેલ ઉમેદવારો પણ હાજર રહી શકશે તેવું જિલ્લા રોજગાર અધિકારીની યાદીમાં જણાવાયું છે.