સર્કિટ હાઉસ ખાતે આગામી 2024 લોકસભા ચુંટણી, સ્થાનિક સ્વરાજ, નગરપાલીકા ચુંટણી અંગે માર્ગદર્શન આપશે મોરબી : મોરબી જિલ્લાના કોંગ્રેસ પ્રભારી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ના ઉપ પ્રમુખહેમાંગ વસાવડા આગામી તા.15ને શનિવારે મોરબીની મુલાકાતે આવી રહ્યા છે તેઓ સર્કિટ હાઉસ ખાતે આગામી 2024 લોકસભા ચુંટણી, સ્થાનિક સ્વરાજ, નગરપાલીકા ચુંટણી અંગે માર્ગદર્શન આપશે. આગામી લોકસભા ચૂંટણી તૈયારીના ભાગરૂપે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપ પ્રમુખ અને મોરબી જિલ્લાના કોંગ્રેસ પ્રભારી હેમાંગ વસાવડા આગામી તા.15ને શનિવારે મોરબીની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ મોરબી મુલાકાત દરમિયાન સર્કીટ હાઉસ ખાતે મોરબી જીલ્લા, તાલુકા, શહેર ,પ્રદેશના સનિષ્ઠ આગેવાનો, હોદેદારો, વિધાનસભા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા ચુંટણી લડેલ ઉમેદવારો, દરેક સેલ - ફ્રન્ટલ ના હોદેદારો તથા કાર્યકરોને આગામી 2024 લોકસભા ચુંટણી, સ્થાનિક સ્વરાજ, નગરપાલીકા ચુંટણી અંગે માર્ગદર્શન આપશે તેમજ કાઁગ્રેસ સંગઠન ને મજબૂત બનાવવા અને પ્રદેશ કક્ષાએથી નક્કી કરેલા કાર્યક્રમની માહિતી આપશે. જેથી આ મીટીંગમા મોરબી જિલ્લા કોંગ્રેસના આગેવાનો , હોદેદારો તથા કાર્યકર ભાઇઓ - બહેનો બહોળી સંખ્યામાં અચૂક હાજર રહેવા જણાવાયું છે.