મોરબી : મોરબી જીલ્લાના કેરાળી ગામમાં તા. 30 નવેમ્બરને ગુરૂવારે નકલંક નેજાધારી તોરણીયાના રામામંડળનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભુટો ભરવાડ, મિલન કાકડીયા જેવા કલાકાર તેમજ કોમેડી કીંગ ભોળાભાઈ (ગગુડીયો) નકલંક સાઉન્ડના સથવારે રામામંડળ રમવામાં આવશે. આ કાર્યક્રમમાં સમગ્ર કેરાળી ની જનતાને ઉપસ્થિત રહેવા આયોજક મેરામભાઈ જશાભાઈ બાલાસરા અને નવઘણભાઈ જશાભાઈ બાલાસરા દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.