મોરબી : 27મી ના રોજ અમદવાદ રિવરફ્રન્ટ ખાતે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના નેતૃત્વ તેમજ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતીમાં સાંજે મારી માટી મારો દેશ કાર્યક્રમ યોજાનાર છે. જેમાં અનેક શહેરોમાંથી માટી ભરેલા કળશ લઈ આવવામાં આવશે. ત્યારબાદ આ કળશ દિલ્હી લઈ જવામાં આવશે. આ કાર્યક્રમમાં મોરબીથી પણ અંદાજે પાંચ હજાર લોકો ભાગ લેવા જવાના છે. કાર્યક્રમને લઈને મોરબી જિલ્લા ભાજપ દ્વારા પણ તૈયારીઓનો ધમધમાટ ચલાવવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત જીલ્લા ભાજપના પ્રભારી ડો. હિતેશભાઇ ચૌધરીની આગેવાનીમાં જીલ્લા ભાજપની મીટીંગ મળી હતી. જેમાં જીલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી અને મહામંત્રી કે. એસ. અમૃતિયા, નરેન્દ્રસિંહ ઝાલા અને જેઠાભાઈ મિયાત્રા સહિત જીલ્લાના હોદ્દેદારો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.